Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Due to heavy rains in Savli taluka of Vadodara, vehicles washing the drains stopped

Vadodaraના સાવલી તાલુકામાં ભારે વરસાદને પગલે નાળું ધોવાતા વાહન-વ્યવહાર બંધ, પ્રિમોનસૂન કામગીરી સામે સવાલ

Timeછેલ્લું અપડેટ : 19 Jun 2026
લાઇવ ટીવીGoogle News
Vadodaraના સાવલી તાલુકામાં ભારે વરસાદને પગલે નાળું ધોવાતા વાહન-વ્યવહાર બંધ, પ્રિમોનસૂન કામગીરી સામે સવાલ
સોર્સ : gstv

વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ભારે વરસાદને લીધે રસ્તો ધોવાઈ જતા વાહન-વ્યવહારને અસર થઇ છે. ધોધમાર વરસાદને કારણે ખેતરો પણ જળબંબાકાર થઈ ગયા હતા, જેથી ધનતેજ સધાપુરા ગામને જોડતા માર્ગનું નાળું ધોવાતા અવરજવર બંધ થઈ ગઈ છે. 

App Store

 પ્રથમ વરસાદમાં જ પ્રિમોનસૂન કામગીરી સામે સવાલ

વડોદરા જિલ્લામાં પહેલા જ વરસાદમાં પ્રિમોનસૂન કામગીરીની પોલ ખુલ્લી પડી છે. સાવલી તાલુકામાં રસ્તો ધોવાઈ જતા અનેક ગામોની અવરજવર પર અસર થઈ છે. ગઈ મોડી રાત્રે વરસેલા ધોધમાર વરસાદને કારણે સાવલી તાલુકામાં ખેતરો જળબંબાકાર થઈ ગયા હતા. જે દરમિયાન પાણીના વહેણને કારણે ધનતેજ સધાપુરા ગામને જોડતા માર્ગનું નાળું ધોવાતા અવરજવર બંધ થઈ ગઈ છે. રસ્તો રીપેર નહીં થાય ત્યાં સુધી ધનતેજની આસપાસના તેમજ સધાપુરાની નજીકના ગામોમાં રહેતા વિદ્યાર્થીઓ, નોકરીયાતો, વેપારી વર્ગ અને ખેડૂતોને દૂરના વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની ફરજ પડશે.