Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : bit.ly/Baroda-Dairy-Results-2026

VIDEO: બરોડા ડેરીમાં ભાજપનો ક્લીન સ્વીપ: તમામ 13 બેઠકો પર કેસરિયો, સાવલીમાં MLAના જૂથનો દબદબો!

Timeછેલ્લું અપડેટ : 18 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: મધ્ય ગુજરાતની સૌથી મોટી સહકારી સંસ્થા 'બરોડા ડેરી'ની ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે. જે ચાર ઝોન માટે મતદાન યોજાયું હતું, તે ચારેય બેઠકો પર ભાજપ પ્રેરિત ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. આ સાથે જ ડેરીની કુલ 13 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. અગાઉ 9 બેઠકો બિનહરીફ જાહેર થયા બાદ બાકીની 4 બેઠકો પર રસાકસીભર્યો જંગ ખેલાયો હતો.

App Store

સાવલી-ડેસર બેઠક પર મોટું ઉલટફેર
ચૂંટણીના સૌથી ચોંકાવનારા પરિણામ સાવલી-ડેસર બેઠક પરથી આવ્યા છે. અહીં ભાજપ સામે ભાજપનો જ આંતરિક જંગ જોવા મળ્યો હતો. સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારના અંગત ગણાતા સુરપાલસિંહનો માત્ર 5 મતોથી વિજય થયો છે. જ્યારે ચાલુ ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજીને પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો છે. કુલદીપસિંહને ભાજપનું મેન્ડેટ ન હોવા છતાં તેમણે ઉમેદવારી નોંધાવી હતી, જેને પગલે હવે જિલ્લા ભાજપ તેમને સસ્પેન્ડ કરશે કે કેમ તે ચર્ચાનો વિષય બન્યો છે.

ડભોઇ, વડોદરા અને પાવીજેતપુરમાં વિજયકૂચ
ડભોઇ ઝોન-8: અહીં ભાજપ સમર્થિત દીક્ષિત પટેલનો 27 મતોથી વિજય થયો છે. તેમને કુલ 52 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસ સમર્થિત હરીફ પ્રહલાદ પટેલને 25 મત મળ્યા હતા.

વડોદરા તાલુકા: આ બેઠક પરથી પાર્થ પટેલ વિજેતા જાહેર થયા છે.

પાવીજેતપુર: આ બેઠક પર રામસિંહ રાઠવા વિજેતા બનતા તેમના ટેકેદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે આ ચાર ઝોનના કુલ 333 મતદારો પૈકી 329 મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું. ડેરીના તમામ ઝોનમાં ભાજપનો વિજય થતા સહકારી ક્ષેત્રમાં ભગવો લહેરાયો છે અને આગામી સમયમાં નવા ચેરમેન અને વાઈસ ચેરમેનની પસંદગી પ્રક્રિયા પણ વેગ પકડશે.