VIDEO Breaking : Vadodara ના ભાવપુરા ગામે હાઇટેન્શન વીજપોલ ધરાશાયી, દાઝી જતાં 3 શ્રમિકોના ગંભીર મોત
સોર્સ : gstv
વડોદરાના ડભોઇ તાલુકાના ભાવપુરા ગામે હાઇટેન્શન લાઇનના કામ દરમિયાન વીજપોલ ધરાશાઈ થવાની ગંભીર ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા પશ્ચિમ બંગાળના ત્રણ શ્રમિકોના સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યા છે. પાવર ગ્રીડ કંપનીના કોન્ટ્રાક્ટ હેઠળ વડોદરા સાઉથ ઓલપાડની 765 કેવીની નવી વીજ લાઇન માટે થાંભલા ઊભા કરવાનું કામ ટી.એલ.એલ. કંપની દ્વારા ચાલી રહ્યું હતું, જે દરમિયાન અચાનક પોલ હલી જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. હાલ આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

