Vadodra news: ગંભીરા બ્રિજ અકસ્માતમાં ઈજાગ્રસ્તોની અને મૃતકોની યાદી આવી સામે
વડોદરામાં આજે પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતાં કુલ 7 વાહનો નદીમ

વડોદરામાં આજે પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતાં કુલ 7 વાહનો નદીમાં ખાબકી ગયા છે. જ્યારે એક ટ્રક બ્રિજ પર લટકતી હાલતમાં જોવા મળી હતી. ઘટનાની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. જ્યારે એક ટ્રક બ્રિજ પર લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોના મોતની સત્તાવાર માહિતી મળી છે. જ્યારે 10 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી કલેક્ટરે આપી હતી.
ઈજાગ્રસ્તોની યાદી
૧. સોનલબેન રમેશભાઈ પઢિયાર, ઉં. વ. ૪૫, ગામ-દરિયાપુરા
૨. નરેન્દ્રસિંહ રતનસિંહ પરમાર, ઉં. વ. ૪૫, ગામ-દહેવાણ
૩. ગણપતસિંહ ખાનસિંહ રાજુલા, ઉં. વ. ૪૦, ગામ-રાજસ્થાન
૪. દિલીપભાઈ રામસિંહ પઢિયાર, ઉં. વ. ૩૫, ગામ-નાની શેરડી
૫. રાજુભાઈ ડુડાભાઇ, ઉં. વ. ૩૦, ગામ-દ્વારકા
૬. રાજેશભાઈ ઈશ્વરભાઈ ચાવડા, ઉં. વ. ૪૫, ગામ-દેવાપુરા
મૃતકોની યાદી
૧. વૈદિકા રમેશભાઈ પઢીયાર, ઉં. વ.- , ગામ-દરિયાપુરા
૨. નૈતિક રમેશભાઈ પઢીયાર, ઉં. વ.- , ગામ-દરિયાપુરા
૩. હસમુખભાઈ મહીજીભાઈ પરમાર, ઉં. વ.- , ગામ-મજાતણ
૪. રમેશભાઈ દલપતભાઈ પઢીયાર, ઉં. વ.૩૨, ગામ-દરિયાપુરા
૫. વખતસિંહ મનુસિંહ જાદવ, ઉં. વ. , ગામ-કાન્હવા
૬. પ્રવિણભાઈ રાવજીભાઈ જાદવ, ઉં. વ.૨૬, ગામ-ઉંડેલ
૭. અજાણ્યા ઇસમ
૮. અજાણ્યા ઇસમ
આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોના મોતની સત્તાવાર માહિતી મળી છે. જ્યારે 10 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી કલેક્ટરે આપી હતી. જોકે, આ દુર્ઘટનાને લઈને વાહન વ્યવહાર ખોરવાયો છે. હાલ, આ બ્રિજ દુર્ઘટનાને કારણે વાહનની અવર-દવર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે અને વૈકલ્પિક રસ્તાની જાહેરાત કરવામાં આવી છે.





