મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VADODARA / ભાજપ બક્ષીપંચ મોરચાના અગ્રણી ગોપાલ ચુનારાની હત્યા, જીવલેણ હુમલાનું ચોંકવનારું કારણ સામે આવ્યું

Vadodara News : 10 દિવસ પહેલા વડોદરા ભાજપ બક્ષીપંચ મોરચાના અગ્રણી ગોપાલ ચુનારા પર બે યુવકો

VADODARA / ભાજપ બક્ષીપંચ મોરચાના અગ્રણી ગોપાલ ચુનારાની હત્યા, જીવલેણ હુમલાનું ચોંકવનારું કારણ સામે આવ્યું

Vadodara News : 10 દિવસ પહેલા વડોદરા ભાજપ બક્ષીપંચ મોરચાના અગ્રણી ગોપાલ ચુનારા પર બે યુવકોએ જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલાનું કારણ ગોપાલ ચુનારાએ બાળલગ્ન અટકાવ્યાં તે માનવામાં આવતું હતું, કારણ કે હુમલાખોરોએ પહેલા આ જ કારણ આપ્યું હતું.  જો કે સારવાર દરમિયાન  ગોપાલ ચુનારાનું મોત થતા હુમલાની આ ઘટના હત્યામાં પરિણમી છે. આ સાથે ગોપાલ ચુનારાની હત્યાનું સાચું કારણ પણ સામે આવ્યું છે, જે ચોંકવનારું છે. 

આડા સંબંધને કારણે ગોપાલ ચુનારાની હત્યા

ગોપાલ ચુનારાનું મોત થતા હુમલાખોર બંને ભાઈઓ જતીન રમેશભાઈ ચુનારા અને ગૌતમ રમેશભાઈ ચુનારા પર હત્યાનો ગુનો નોંધાયો અને રાવપુરા પોલીસે બંને ભાઈઓને ઝડપી પાડ્યા છે. આ બંનેએ પોલીસ પૂછપરછમાં હુમલાનું સાચું કારણ આપતા જણાવ્યું હતું કે ગોપાલ ચુનારાના તેમની માતાની સાથે આડા સંબંધો હતા. માતા સાથેના અનૈતિક સંબંધોને કારણે બંને ભાઈઓએ ગોપાલ ચુનારા પર જીવલેણ હુમલો કર્યો હોવાની કબૂલાત કરી હતી. 

આ સમાચાર શેર કરો