Vadodara news: સમા વિસ્તારના કોમ્પલેક્સમાં શિયાળ ઘૂસ્યું, વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ પકડ્યું
ગુજરાતના વડોદરામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં વડોદરાના ગીચ રહેણાંક વિસ્તાર ગણાતા સમા-અભિલ

ગુજરાતના વડોદરામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં વડોદરાના ગીચ રહેણાંક વિસ્તાર ગણાતા સમા-અભિલાષા ચાર રસ્તા પાસે એક શિયાળ ચઢી આવ્યો હતો. આ શિયાળ એક કોમ્પ્લેક્સની ગેલેરીમાં આરામ ફરમાવતું જોવા મળ્યું હતું. વન વિભાગને જાણ કરવામાં આવતા ટીમ તુરંત રેસ્ક્યુ ઓપરેશન માટે ઘટનાસ્થળે પહોંચી હતી.
શિયાળે વન વિભાગ અને કુતૂહલવશ એકઠા થયેલા લોકોને લાંબો સમય દોડાવ્યા
જોકે, વન વિભાગની ટીમ નજીક પહોંચતા જ શિયાળ ગેલેરીમાંથી કૂદીને સીધું મુખ્ય રોડ પર ભાગ્યું હતું. ત્યારબાદ શિયાળને પકડવા માટે વન વિભાગના કર્મચારીઓએ ધોમધખતા રોડ પર ભારે દોડધામ કરવી પડી હતી. શિયાળે વન વિભાગ અને કુતૂહલવશ એકઠા થયેલા લોકોને લાંબો સમય દોડાવ્યા હતા.




