મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરા ક્રાઈમ બ્રાન્ચનો સપાટો, 55 જેટલા ગુનાઓમાં કુખ્યાત બુટલેગર અલ્પૂ સિંધી ઝડપાયો

ગુજસીટોકના ગુનામાં કુખ્યાત બુટલેગર અલ્પૂ સિંધીની વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. બુટલેગર અલ્પૂ સિંધી સામે પ્

ગુજસીટોકના ગુનામાં કુખ્યાત બુટલેગર અલ્પૂ સિંધીની વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. બુટલેગર અલ્પૂ સિંધી સામે પ્રોહિબિશન સહિત 55 જેટલા ગુનાઓ નોંધાયા હતા. હરિયાણાથી બાતમીના આધારે PGમાં રહેતા અલ્પૂ સિંધીની ધરપકડ કરાઈ છે. અલ્પૂ સિંધી છેલ્લા 3 મહિનાથી પોલીસને હાથતાળી આપતો હતો. પરંતુ ટેકનિકલ અને હ્યુમન સોર્સથી ઝડપાયો છે. 

જણાવી દઈએ કે, મે મહિનામાં 8 વ્યક્તિઓ સામે ગુજસીટોકનો ગુન્હો નોંધાયો હતો. હાલ 2 ગુન્હેગારોની ધરપકડ બાકી છે. જ્યારે 6 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. અલ્પૂ સિંધી મધ્ય ગુજરાતમાં લીકર કિંગ હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે.  

આ સમાચાર શેર કરો