વડોદરા શહેર પોલીસ કમિશ્નરનો સપાટો, 4 પોલીસકર્મીઓની જિલ્લા બહાર બદલી
વડોદરા શહેર પોલીસ કમિશ્નરે પોલીસ વિભાગમાં સપાટો બોલાવ્યો છે. વડોદરા

વડોદરા શહેર પોલીસ કમિશ્નરે પોલીસ વિભાગમાં સપાટો બોલાવ્યો છે. વડોદરા શહેર પોલીસમાં ફરજ બજાવતા ચાર પોલીસ કોન્સ્ટેબલોની જિલ્લા બહાર બદલીનો હુકમ કરવામાં આવ્યો છે.
વડોદરા શહેર પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમર દ્વારા ચાર પોલીસ કોન્સ્ટેબલોની બદલીને પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. બદલી કરાયેલ ચારેય પોલીસ કોન્સ્ટેબલોનો વિવાદાસ્પદ ઇતિહાસ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. તમામની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે.
કોની બદલી કરવામાં આવી?
- ભાર્ગવદાન સુરેશદાન
- વિશાલ નાગીજીભાઈ
- પંકજ ધર્મજરાજસિંહ
- રણજીતસિંહ ખૂમાનસિંહ






