Video: વડનગર સિવિલના તબીબ અધિક્ષક 20 હજારની લાંચ લેતા પકડાયા, ગાડીના બિલ મંજૂર કરવા માંગ્યા હતા પૈસા
મહેસાણા જિલ્લાની વડનગર સિવિલ હોસ્પિટલના તબીબ અધિક્ષક રૂપિયા ૨૦ હજારની લાંચ લેતા એસી


મહેસાણા જિલ્લાની વડનગર સિવિલ હોસ્પિટલના તબીબ અધિક્ષક રૂપિયા ૨૦ હજારની લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથ ઝડપાઈ ગયા છે. એસીબીએ હોસ્પિટલ ખાતે છટકું ગોઠવ્યું હતું, જેમાં આરોપી ડોક્ટર લાંચની રકમ સ્વીકારતા પકડાઈ ગયા હતા.
ગાડીના બિલ મંજૂર કરવા લાંચ માંગી હતી
મહેસાણામાં વડનગર સિવિલ હોસ્પિટલના તબીબ અધિક્ષક ડૉક્ટર હર્ષિદ પટેલ રૂપિયા ૨૦ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયા છે. ફરિયાદીની હોસ્પિટલમાં ખાનગી ગાડી ભાડે પૂરી પાડવાનો કોન્ટ્રાક્ટ છે. તેમના ગાડીના બિલ મંજૂર કરવા અને લોગબુકમાં સહીઓ કરવાના બદલામાં આરોપી ડોક્ટરે લાંચની માંગ કરી હતી. હાલ તો ACB એ લાંચિયા તબીબને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.




