મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટમાં વ્યાજખોરોનો આતંક: ૧ લાખ સામે રૂ. ૧.૩૦ લાખ વસૂલ્યા છતાં વધુ ૩ લાખ માંગ્યા, ધોકા સાથે તોડફોડના CCTV વાયરલ

રાજકોટ શહેરના ગાંધીગ્

રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજખોરીનો વધુ એક કેસ સામે આવ્યો છે. આરોપ છે કે 20 ટકા વ્યાજે આપેલા રૂપિયાની ઉઘરાણી માટે કેટલાક શખ્સો ફરિયાદી સત્યજિત ખેરડીયા ના ઘરે પહોંચી ગયા હતા. એક લાખ સામે એક લાખ ત્રીસ હજાર રૂપિયા વસૂલ થયા હોવા છતાં વધુ ત્રણ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. આ દરમિયાન આરોપી રાજદીપ કાઠી અને શક્તિ કોળી ફ્લેટમાં ઘૂસી કારમાં તોડફોડ કરી હોવાના આક્ષેપ છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો