મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી!

રાજકોટ શહેરમાં લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે અને મેઘરાજાની ધમાકેદાર એન્ટ્

રાજકોટ શહેરમાં લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે અને મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડતાં સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. ભારે પવન અને જોરદાર કરા સાથે શરૂ થયેલા આ વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. વાતાવરણમાં આવેલા આ અચાનક બદલાવથી કાળઝાળ ગરમીથી તોબા પોકારી ઉઠેલા રાજકોટના નાગરિકોને મોટી રાહત મળી છે. ધોધમાર વરસાદમાં હેડલાઈટ ચાલુ રાખીને ધીમી ગતિએ આગળ વધી રહ્યા છે. પ્રારંભિક વરસાદના કારણે નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં સામાન્ય જલભરાવની સ્થિતિ પણ સર્જાઈ હોવાના અહેવાલો મળી રહ્યા છે. બીજી તરફ આ પંથકના ખેડૂતોમાં પણ લાંબા સમય બાદ પડેલા આ વરસાદી ઝાપટાંથી વાવણી લાયક માહોલ બનતાં ભારે ખુશી જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી થોડા કલાકો સુધી હજુ પણ રાજકોટ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ યથાવત રહેશે.

આ સમાચાર શેર કરો