અમદાવાદમાં UPSC-GPSCનો નિઃશુલ્ક માર્ગદર્શન સેમીનાર યોજાયો
UPSC-GPSC જેવી સ્પર્ધાત્મક પરિક્ષાની ગુજરાતમાં જાગૃતતા સતત વધી રહી છે. UPSC અને GPSC ક્ષેત્રે વિદ્યાર્થી

UPSC-GPSC જેવી સ્પર્ધાત્મક પરિક્ષાની ગુજરાતમાં જાગૃતતા સતત વધી રહી છે. UPSC અને GPSC ક્ષેત્રે વિદ્યાર્થીઓને માગૅદશૅન મળી રહે અને તેમને તૈયારીની સાચી દિશા અને રણનિતી મળી રહે તે હેતુથી ગુજરાતમાં સ્પર્ધાત્મક પરિક્ષા ક્ષેત્રની અગ્રણી સંસ્થા લિબર્ટી કરિયર એકેડેમીએ તારીખ 28 જુલાઈ ને રવિવારના રોજ દિનેશ હૉલ આશ્રમ રોડ ખાતે ભવ્ય સેમિનારનું આયોજન કર્યું હતું.
આ સેમીનારમાં ગુજરાતના મોટીવેશનલ સ્પિકર સંજય રાવલ સર દ્વારા યુવાનોને ખૂબ મોટીવેશન આપવામાં આવ્યું અને તેમણે સેમિનારમાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને સફળતાના પાંચ મંત્રો આપ્યા અને આદર્શ વિદ્યાર્થી જીવન શું હોય શકે તેની દિશા બતાવી.
UPSC પરિક્ષા પાસ કરેલ અધિકારીઓ દ્વારા યુવાનોને તૈયારીની સાચી રણનિતી બતાવવામાં આવી.જેમાં સુમિત મકવાણા (IRS) , દર્શન શાહ (Dy. કલેકટર) , પાર્થ મકવાણા (UPSC 2023 Rank 932) અને લિબર્ટી એકેડેમીના સ્થાપક જગદીશ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને ખૂબ સારું માગૅદશૅન આપવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં અંધજન મંડળ, અમદાવાદના દૃષ્ટિહીન બાળકોએ હાજરી નોંધાવીને UPSC - GPSCનું માર્ગદર્શન મેળવી ઉજ્જવળ ભવિષ્ય બનાવી સમાજ અને રાષ્ટ્રને યોગદાન આપવાનું સપનું સેવ્યું.






