મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Air Indiaની મુંબઈથી અમદાવાદ આવતી ફ્લાઈટમાં હોબાળો: કોંગ્રેસ નેતા શાહનવાઝ શેખ પણ હતા સામેલ

એર ઈન્ડિયાની ફ્લાઈટ AI2493, જે મુંબઈથી અમદાવાદ આવવાન

Air Indiaની મુંબઈથી અમદાવાદ આવતી ફ્લાઈટમાં હોબાળો: કોંગ્રેસ નેતા શાહનવાઝ શેખ પણ હતા સામેલ

એર ઈન્ડિયાની ફ્લાઈટ AI2493, જે મુંબઈથી અમદાવાદ આવવાની હતી, તે ટેકનિકલ ખામીના કારણે મોડી પડી, જેના પગલે પેસેન્જરોએ એરપોર્ટ પર હોબાળો મચાવ્યો. આ ફ્લાઈટમાં અમદાવાદના કોંગ્રેસ નેતા શાહનવાઝ શેખ પણ મુસાફરી કરવાના હતા, જેમણે દાવો કર્યો કે ફ્લાઈટના વિલંબનું મુખ્ય કારણ ટેકનિકલ ખામી હતી. એર ઈન્ડિયાના ક્રૂ તરફથી સમયસર અને યોગ્ય જવાબ ન મળતાં પેસેન્જરોમાં રોષ ફેલાયો, જેના કારણે એરપોર્ટ પર તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ.

અમદાવાદના કોંગ્રેસ નેતા શાહનવાઝ શેખે જણાવ્યું કે ફ્લાઈટમાં ટેકનિકલ ખામી હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ એર ઈન્ડિયાના ક્રૂ અથવા એરપોર્ટ સ્ટાફે પેસેન્જરોને આ અંગે સ્પષ્ટ માહિતી આપી નહીં. આનાથી નારાજ પેસેન્જરોએ એરપોર્ટ પર હોબાળો મચાવ્યો અને વિલંબ અને રદ થયેલી ફ્લાઈટના કારણો અંગે સવાલો ઉઠાવ્યા. શેખે વધુમાં જણાવ્યું કે, “અમને કોઈ પ્રોપર જવાબ આપવામાં આવ્યો નહીં, જેના કારણે મુસાફરોમાં ગુસ્સો વધ્યો. 

આ સમાચાર શેર કરો