Surat: કંપનીમાં પગાર વધારા મુદ્દે હોબાળો, પથ્થરમારાની ઘટના બાદ શ્રમિકો ઘર તરફ રવાના
સુરતના હજીરા વિસ્તારમાં આજે એક મોટી કંપનીમાં કામદારો અને મેનેજમેન્ટ
સુરતના હજીરા વિસ્તારમાં આજે એક મોટી કંપનીમાં કામદારો અને મેનેજમેન્ટ વચ્ચે વિવાદ વકરતા સ્થિતિ તંગ બની હતી. પગાર વધારા જેવી પડતર માંગણીઓને લઈને વિરોધ કરી રહેલા કામદારો અચાનક ઉશ્કેરાઈ જતાં પથ્થરમારાની ઘટના સામે આવી છે. આ હોબાળા બાદ કામદારો કંપની છોડીને પોતપોતાના ઘર તરફ રવાના થયા છે.
મળતી માહિતી મુજબ, હજીરા સ્થિત કંપનીના સેંકડો કામદારો છેલ્લા કેટલાક સમયથી પગાર વધારાની માંગણી કરી રહ્યા હતા. આજે આ મુદ્દે મેનેજમેન્ટ સાથે કોઈ સંતોષકારક સમાધાન ન આવતા કામદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. શાંતિપૂર્ણ રીતે શરૂ થયેલો વિરોધ જોતજોતામાં હિંસક બન્યો હતો અને કંપનીના પરિસરમાં પથ્થરમારો શરૂ થયો હતો. ઘટના બાદ મોટી સંખ્યામાં કામદારો કંપની છોડીને બહાર નીકળી ગયા હતા.



