Gir Somnath: સોશિયલ મીડિયામાં તલવાર સાથે ફોટો અપલોડ કરવો પડ્યો ભારે, પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી
સોશિયલ મીડિયાના ખોટા તાયફા કરવા એક યુવકને ભારે પડયા છે. ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના

સોશિયલ મીડિયાના ખોટા તાયફા કરવા એક યુવકને ભારે પડયા છે. ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના વડવિયાળા ગામમાં રહેતા યુવક જયેશ ઉર્ફે કાળીયો ભીમા બાંભણિયાએ તલવાર સાથેનો ફોટો ઓનલાઇન પોસ્ટ કર્યો હતો, જે વાયરલ થયો. આ ફોટોની ખબર મળતાં જ સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) ની ટીમે તેને ઝડપી પાડ્યો.
વડવિયાળા ગામમાં જઈ પોલીસે યુવકને અટકાયતમાં લીધો. પોલીસે કલમ 135 હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે હથિયારોનો બિનકાયદેસર પ્રચાર કરનાર સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.



