મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot News: ઉપલેટા કોંગ્રેસ પ્રમુખે નગરપાલિકા વોર્ડના મહિલા સદસ્યના પતિને પાર્ટીમાંથી કર્યા સસ્પેન્ડ

ઉપલેટા નગરપાલિકાના વોર્ડ નંબર 8ના મહિલા સદસ્ય અમરી ભારાઈના પતિ હાજા

Rajkot News: ઉપલેટા કોંગ્રેસ પ્રમુખે નગરપાલિકા વોર્ડના મહિલા સદસ્યના પતિને પાર્ટીમાંથી કર્યા સસ્પેન્ડ

ઉપલેટા નગરપાલિકાના વોર્ડ નંબર 8ના મહિલા સદસ્ય અમરી ભારાઈના પતિ હાજા ભારાઈને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ અને વિવાદોના કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શહેર કોંગ્રેસ પ્રમુખે જિલ્લા કોંગ્રેસ સમિતિની સૂચના બાદ આ પગલું ભર્યું છે. હાજાભાઈ પર નગરપાલિકાના કર્મચારીઓ અને પદાધિકારીઓ સાથે ગેરવર્તનના આરોપ પણ અગાઉ સામે આવી ચૂક્યા છે. તેમની વારંવારની વિવાદાસ્પદ પ્રવૃત્તિઓને કારણે આ આકરી કાર્યવાહી કરવામાં આવી છે. આ ઘટનાથી રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યા છે.

આ સમાચાર શેર કરો