મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Panchmahal/ સાંપા ગામે પરવાનગી વગર ચાલતો ઈંટોનો ભઠ્ઠો સીઝ, પૂર્વ ભાજપ પ્રમુખ સામે કાર્યવાહી

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના સાંપા ગામમાં પરવાનગ

Panchmahal/ સાંપા ગામે પરવાનગી વગર ચાલતો ઈંટોનો ભઠ્ઠો સીઝ, પૂર્વ ભાજપ પ્રમુખ સામે કાર્યવાહી

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના સાંપા ગામમાં પરવાનગી વગર ચલાવવામાં આવતા ઈંટોના ભઠ્ઠા સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ગોધરા ગ્રામ્ય મામલતદારની તપાસ દરમિયાન ભઠ્ઠો બિનખેતી મંજૂરી વગર ચલાવવામાં આવતો હોવાનું બહાર આવતા તેને સીઝ કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, ગોધરા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ મહેશ હરૂમલાણી દ્વારા સરકારના નિયમોનું ઉલ્લંઘન કરીને ઈંટોનો ભઠ્ઠો ચલાવવામાં આવતો હોવાનો આક્ષેપ છે. તપાસ દરમિયાન જમીનનું બિનખેતી રૂપાંતર કર્યા વગર જ ભઠ્ઠો ચલાવવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું.

કાર્યવાહી દરમિયાન મામલતદારે ભઠ્ઠામાં ઉપયોગમાં લેવાતી મશીનો કબ્જે લીધી છે અને વધુ તપાસ તથા જરૂરી કાર્યવાહી માટે ખાણખનીજ વિભાગને સૂચના આપવામાં આવી છે. હાલ સમગ્ર મામલે તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

     

આ સમાચાર શેર કરો