મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જુનાગઢ : કેશોદમાં અજાણ્યા શખ્સોએ મગરને મારીને ટુકડા કરી નાખ્યાં, વનવિભાગે નોંધી FIR

જુનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં અજણ્યા શખ્સોએ મગરને મારી નાખીને તેના મૃતદેહના ટુકડા કર

જુનાગઢ : કેશોદમાં અજાણ્યા શખ્સોએ મગરને મારીને ટુકડા કરી નાખ્યાં, વનવિભાગે નોંધી FIR

જુનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં અજણ્યા શખ્સોએ મગરને મારી નાખીને તેના મૃતદેહના ટુકડા કરી નાખ્યાં હતા. વનવિભાગે આ મામલે FIR નોંધી કાર્યવાહી શરૂ કરી છે. 

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ કેશોદ શહેરમાં શેડ્યુઅલ-1માં આવતા વન્યપ્રાણી મગરને અજાણ્યા શખ્સોએ મારી નાખ્યો હતો અને બાદમાં તેના મૃતદેહના ટુકડા કરીને ફેંકી દીધા હતા. 

કેશોદ શહેરમમાં આવેલી એનપી કોલેજ સામે આવેલા સ્મશાન નજીક આ ઘટના બની હતી. ઘટનાની જાણ થતા વન વિભાગના અધિકારી ઘટના સ્થળે પહોચ્યાં હતા અને  ટૂંકડા કરેલી વન્ય પ્રાણી મગરના અવશેષો જપ્ત કરી પુરાવા એકઠા કરવા કવાયત હાથ ધરી હતી. 

આ મગરની ઉંમર અઢી થી ત્રણ વર્ષ હોવાનું અનુમાન છે. વન વિભાગના અધિકારી DCF પ્રશાંત તોમરે જણાવ્યું કે આ મામલે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 મુજબ કાર્યવાહી કરવામાં આવશે.  

મગરની ચામડીનો ઉપયોગ વિવિધ ફેશન ઉત્પાદનો જેમ કે પર્સ, બેલ્ટ અને શૂઝ બનાવવા માટે થાય છે. મગરની ચામડીમાંથી બનાવેલા ઉત્પાદનોની વધુ માંગને કારણે, દાણચોરો તેમના ચામડા માટે આ પ્રાણીઓને મારી નાખે છે. 

આ સમાચાર શેર કરો