"કેન્દ્રીય ગૃહમંત્રી કાર્યક્ષમતા મેડલ"ની જાહેરાત, ગુજરાતના 6 પોલીસ અધિકારીઓની પસંદગી
કેન્દ્રીય ગૃહ મંત્રીની મંજૂરીથી પોલીસ અધિકારીઓને વર્ષ 2024 માટે વિ

કેન્દ્રીય ગૃહ મંત્રીની મંજૂરીથી પોલીસ અધિકારીઓને વર્ષ 2024 માટે વિશેષ કામગીરી, તપાસ ક્ષેત્રે "કેન્દ્રીય ગૃહ મંત્રી કાર્યક્ષમતા મેડલ" એનાયત કરવામાં આવ્યા છે જેમાં ગુજરાતના 6 અધિકારીઓના નામ સામેલ છે.
ગુજરાતના 6 અધિકારીઓમાં IPS નિર્લિપ્ત રાય અને IPS લવિના સિન્હા સહિત ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટર અને એક DSPના નામ સામેલ છે.
આ ઉપરાંત ત્રણ પોલીસ ઈન્સ્પેક્ટરને પણ આ સન્માન આપવામાં આવશે. જેમાં હરપાલસિંહ રાઠોડ, અમરસિંહ ચૌહાણ, મયુરકુમાર પટેલના નામનો સમાવેશ થાય છે. ગૃહમંત્રી મેડલ મેડલ મેળવનારાઓમાં વિરજીત સિંહ પરમારનો પણ સમાવેશ થાય છે. તેઓ ડીએસપી છે.
નિર્લિપ્ત રાય ગુજરાત રાજ્યના મોનિટરિંગ સેલ (SMC)માં પોલીસ અધિક્ષક છે. નિર્લિપ્ત રાયે ગુજરાતના અનેક જિલ્લાઓમાં પોલીસ અધિક્ષકની જવાબદારી નિભાવી છે.
ડૉ. લવિના સિન્હા 2017 બેચની IPS ઓફિસર છે. લવિના હાલ અમદાવાદ પોલીસમાં DCP સાયબર ક્રાઈમ તરીકે કાર્યરત છે.








