ઉકાઈ ડેમની સપાટીમાં છેલ્લા 10 દિવસમાં 3.29 ફૂટનો વધારો, હાલ ડેમની સપાટી 309.98 ફૂટ પર પહોંચી
ભારે વરસાદના પગલે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી ધીમીધારે પાણીની

ભારે વરસાદના પગલે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી ધીમીધારે પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. જેને પગલે ડેમની સપાટીમાં ઉત્તરોત્તર વધારો નોંધાઇ રહ્યો છે. તેમ છતાં ગત વર્ષની તુલનાએ ચાલુ વર્ષે પાણીની આવક ઓછી છે.
10 દિવસમાં પાણીની આવક વધી
તાપી જિલ્લા સ્થિત ઉકાઈ ડેમના ઉપરવાસમાં મોન્સુન સક્રિય થવાને લઈને ડેમમાં છેલ્લા 10 દિવસમાં સતત પાણીની આવક આવતાં ડેમની સપાટીમાં તા. 2 જુલાઈ 2024નાં રોજ સવારે 8 કલાકથી તા.12 જુલાઈ 2024ના રોજ સવારે 8 કલાક સુધીમાં ડેમની સપાટીમાં 3.29 ફૂટનો વધારો નોંધાયો છે. ડેમમાં હજુ સુધી ચાલુ સીઝનમાં પાણીની ગત વર્ષની સરખામણીએ ઓછી છે.
જાવક 600 ક્યુસેક
ઉકાઈ ડેમમાં આજે તા.12/07/2024ના રોજ સવારે 7 કલાકે ડેમનું લેવલ 309.38 ફૂટ સુધી પહોંચ્યું છે. જ્યારે ડેમમાં પાણીની આવક 11685 ક્યુસેક (Cusecs) અને જાવક 600 ક્યુસેક નોંધાઇ છે.








