મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કચ્છના અંજારમાં છરીના ઘા ઝીંકી, તો દાહોદમાં ગળું દબાવી યુવકની હત્યા

રાજ્યમાં વિવિધ જગ્યાએ હત્યાના 3 બનાવો બન્યા છે. બોટાદ જિલ્લામાં પતિએ પત્નીની હત્યા કરી છે. કચ્છ અંજારમાં એક યુવકન

કચ્છના અંજારમાં છરીના ઘા ઝીંકી, તો દાહોદમાં ગળું દબાવી યુવકની હત્યા

રાજ્યમાં વિવિધ જગ્યાએ હત્યાના 3  બનાવો બન્યા છે. બોટાદ જિલ્લામાં પતિએ પત્નીની હત્યા કરી છે. કચ્છ અંજારમાં એક યુવકની છરીના ઘા ઝીંકી, તો દાહોદમાં એક યુવકનું  ગળું દબાવી હત્યા કરવામાં આવી છે. 

કચ્છના અંજારમાં યુવકની હત્યા

કચ્છના અંજારમાં ધોળા દિવસે યુવાનની ઘાતકી હત્યા થઇ છે. ભરબજારમાં છરીના ઘા ઝીંકી યુવાનની કરપીણ હત્યાકરવામાં આવી છે. હત્યાનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ વાયરલ થયો છે. 

દાહોદના માનાબોરીદા ગામમા યુવકની હત્યા

દાહોદ જિલ્લાના સુખસર તાલુકાના માનાબોરીદા ગામમાં બાઈક ની ચાવી માંગવા જેવી સામાન્ય બાબતે યુવકની હત્યા થઇ છે. હત્યારા રાજુ મછારે સુરેશ મછાર પાસે બાઈકની ચાવી માંગી હતી, આ બાબતે તકરાર થતા રાજુ મછારે 38 વર્ષીય સુરેશ મછારનું ગાળું દબાવી તેની હત્યા કરી નાખી છે. પોલીસે આરોપીને ઝડપી લીધો છે.

બોટાદના ગઢડીયામાં નજીવી બાબતે પતિએ પત્નીને પતાવી દીધી

બોટાદ જિલ્લાના ગઢડીયા ગામે પતિએ પત્નીની હત્યા કરવાની ઘટના સામે આવી છે.  ગઢડીયા ગામમાં રહેતા ચંપાબેન અને તેના પતિ વચ્ચે રસોઈ બનાવવા મામલે તકરાર થઈ હતી. જોકે, પતિએ ઉશ્કેરાઈને લાકડીઓ અને પથ્થર વડે માર મારી પત્નીની હત્યા કરી નાખી. પોલીસે હત્યારા પતિની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો