ધોળકાની કેનાલમાં નહાવા માટે જતાં બે યુવાન ડૂબ્યાં, એકનો મૃતદેહ મળ્યો
ગુજરાતભરમાંથી યુવકોના કેનાલમાં ડૂબવાના સમાચાર સામે આવી રહ્યા છે. ફરીથી અમદાવાદમાંથી બે યુવાનો કેનાલમ

ગુજરાતભરમાંથી યુવકોના કેનાલમાં ડૂબવાના સમાચાર સામે આવી રહ્યા છે. ફરીથી અમદાવાદમાંથી બે યુવાનો કેનાલમાં ડૂબ્યા હોવાની માહિતી મળી રહી છે. અમદાવાદ જિલ્લામાં ધોળકાના સરોડા ગામ પાસે પસાર થતી નર્મદા કેનાલમાં બે યુવાનો ડૂબ્યા હોવાનું સામે આવી રહ્યું છે.
ભાત ગામ પાસે આવેલી નર્મદા કેનાલમાં કેટલાક યુવાનો નાહવા પડ્યા હતા ત્યારે બાજુમાં પાળા પાસે ઉભેલા એક યુવાનનો પગ લપસી જતા તે કેનાલમાં ડૂબ્યો હતો ત્યારે અન્ય યુવાન તેને બચાવવા જતા તે પણ ડુબી ગયો હતો. ભાત ગામ ખાતે રહેતા અને મુળ ઉત્તર પ્રદેશના બે યુવાનો કેનાલમાં નાહવા માટે જતાં ડૂબી ગયા હતા.
સ્થાનિક લોકો દ્વારા શોધખોળ કરી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે જ્યારે અન્ય એક યુવાનની શોધખોળ ચાલી રહી છે. મરણ જનાર 14 વર્ષીય નકુલ ક્રિષ્ણલાલ પાસી જેનો મૃતદેહ મળી આવ્યો હતો જ્યારે 30 વર્ષીય મનોજ શીવલાલ પાસી નામના યુવકની શોધખોળ ચાલી રહી છે.





