વડોદરામાં સેલ્ફી લેવાના ચક્કરમાં બે યુવકો કેનાલમાં ડૂબ્યા, ફાયર ટીમ દ્વારા શોધખોળ શરુ
હજુ થોડા દિવસ પહેલાં જ ત્રણ યુવાનો કાર લઈને રિલ્સ બનાવવાના ચક્કરમાં અમદાવાદ શહેરની એક કેનાલમાં ગરકાવ થઈ ગયા હત

હજુ થોડા દિવસ પહેલાં જ ત્રણ યુવાનો કાર લઈને રિલ્સ બનાવવાના ચક્કરમાં અમદાવાદ શહેરની એક કેનાલમાં ગરકાવ થઈ ગયા હતા એવામાં ફરીથી કંઈક આ પ્રકારની જ ઘટના વડોદરામાંથી પ્રકાશમાં આવી રહી છે. વડોદરા શહેરમાં છાણી નર્મદા કેનાલમાં નવાયાર્ડના બે છોકરાઓ ડુબી જવાની ઘટના સામે આવી છે. કેનાલમાં યુવકોના ડુબવાની જાણ થતા ફાયર બ્રિગેડના અધિકારીઓ છાણી નર્મદા કેનાલ પહોંચ્યા હતા અને યુવકોની શોધખોળ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
નવાયાર્ડમાં રહેતા સફરાજ છાણી નર્મદા કેનાલમાં ડૂબતા પરિવારમાં ગમગીનીનો માહોલ સર્જાયો છે. સેલ્ફી લેવાના ચક્કરમાં યુવકો ડૂબ્યા હોવાની વાત વહેતી થઈ રહી છે. આગાઉ પણ આ જ સ્થળ પર ડૂબવાની ઘટના સર્જાઇ ચૂકી છે. તંત્ર દ્વારા સાવચેતીના પગલાં ભરવા માટેની માંગ કરાઇ રહી છે. તેમજ સ્થળ પર સાવચેતીનું બોર્ડ મૂકવા માટે પણ માંગ ઉઠી રહી છે. મળતી માહિતી પ્રમાણે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે જ્યારે અન્ય એક યુવક હજુ લાપતા છે.




