મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગોંડલના ગુંદાળામાં પાણી ભરેલી ડોલમાં ડૂબી જતાં બે વર્ષના બાળકનું મોત

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ગુંદાળા ગામમાં રમતા રમતા પાણીની ડોલમાં ડૂબી જતાં બે વર્ષના માસૂમ બા

ગોંડલના ગુંદાળામાં પાણી ભરેલી ડોલમાં ડૂબી જતાં બે વર્ષના બાળકનું મોત

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ગુંદાળા ગામમાં રમતા રમતા પાણીની ડોલમાં ડૂબી જતાં બે વર્ષના માસૂમ બાળકનું મોત થયું છે. લીંબડીના પરનાળા ગામથી પેટિયું રળવા આવેલા પરિવારે એકનો એક પુત્ર ગુમાવ્યો છે. 

લીંબડીના પરનાળા ગામનો વતની અને હાલ ગોંડલના ગુંદાળા ગામે કારખાનામાં કામ કરતાં પરિવારનો બે વર્ષનો માસુમ બાળક રમતા રમતા પાણી ભરેલી ડોલમાં પડી ગયો હતો.  માસુમ બાળકનું ડૂબી જવાથી બેભાન હાલતમાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. 

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મુળ લીંબડીના પરનાળા ગામના વતની અને હાલ ગોંડલના ગુંદાળા ગામે આવેલી ઉર્જા પ્રોટીનમાં કામ કરતાં પરિવારનો ભાવેશ દિલીપભાઈ ઝાપડીયા નામનો બે વર્ષનો માસુમ બાળક ગત તા.17નાં રોજ રમતો હતો ત્યારે રમતા રમતા પાણી ભરેલી ડોલમાં પટકાયો હતો. માસુમ બાળક પાણીની ડોલમાં ડૂબી જતાં વધુ પડતું પાણી પી જતાં બે ભાન હાલતમાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં બાળકની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ બાળકે હોસ્પિટલ બીછાને દમ તોડી દીધો હતો. 

આ સમાચાર શેર કરો