મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video-મેળામાં લોકોને ઉતરતા જોઈએ ઓપરેટરે રાઈડ શરૂ કરતાં જ બે મહિલા ફંગોળાઈ જતાં પહોંચી ઈજા 

સુરત જિલ્લાના બારડોલી ખાતે સ્વરાજ આશ્રમ હેલી પેડ મેદાન પર મેળો યોજાયો છે. જયાં એક રાઇડમાંથી લોકો ઉ

Video-મેળામાં લોકોને ઉતરતા જોઈએ ઓપરેટરે રાઈડ શરૂ કરતાં જ બે મહિલા ફંગોળાઈ જતાં પહોંચી ઈજા 

સુરત જિલ્લાના બારડોલી ખાતે સ્વરાજ આશ્રમ હેલી પેડ મેદાન પર મેળો યોજાયો છે. જયાં એક રાઇડમાંથી લોકો ઉતરતા હતા અને ઓપરેટરએ ફરી રાઇડ શરૂ કરી દીધી હતી. જોકે, ઉતાવળે રાઇડ શરૂ કરી દેતા બે મહિલાઓ ફંગોળાઈને ઇજાગ્રસ્ત થઈ હતી. જેથી મહિલાએ દર્દથી કણસતા રાડા રાડ કરી મૂકી હતી. સમગ્ર મામલે બારડોલી પોલીસ એ કાર્યવાહી શરૂ કરી છે.

ઉતાવળે રાઈડ શરૂ કરી

ઉનાળા વેકેશનમાં મેળાના આયોજકો દ્વારા યોગ્ય સલામતી કે તકેદારી રાખ્યા વગર આયોજન કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. બારડોલીના મેળામાં એક રાઈડમાં બેસેલા લોકો રાઈડ જલ્દી ચાલુ ન કરાતા રાઈડમાંથી ઉતરી રહ્યા હતા. લોકોને ઉતરતા જોઈ રાઈડના ઓપરેટરે ઉતાવળે રાઈડ ચાલુ કરી દીધી હતી. જેથી બે મહિલાઓ ફંગોળાઈ જતા ઈજાગ્રસ્ત થઈ હતી. સમગ્ર મામલે બારડોલી પોલીસ હરકતમાં આવી હતી.

પોલીસે તપાસ આદરી

સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તંત્ર સફાળું જાગ્યું હતું. મેળાના સંચાલકોને પોલીસ મથકે બોલાવાયા હતા. તપાસ શરૂ કરવામાં આવી હતી. જોકે પોલીસ દ્વારા મનોરંજન પ્રયોગ માટે અપાતી પરવાનગી સાથે સ્થળ ઉપર મોટી રાઇડ પણ જોવા મળતા પોલીસ વિભાગ દ્વારા મંજૂરી પણ રદ કરવા અંગે કાર્યવાહી શરૂ કરી છે. તપાસ દરમિયાન કસૂરવાર જણાય તો યોગ્ય કાર્યવાહી કરવા પોલીસ મક્કમ બની છે. જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન બને.

આ સમાચાર શેર કરો