મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ગુજરાતમાં એકસાથે બે-બે ઋતુનો અનુભવ

ગુજરાતમાં એકસાથે બે-બે ઋતુનો અનુભવ — સોર્સ: gstv

સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં શિયાળાની શરૂઆતની સાથે જ ગરમીનું જોર પણ વધી રહ્યુ છે. જેથી ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જેમાં વહેલી સવારે ઠંડી અને રાત્રે હળવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જ્યારે બપોરે કાળઝાળ ગરમી પડી રહી છે. હજુ પણ ક્રમશઃ ગરમી વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે, જેમાં ઉત્તર-પૂર્વના ગરમ પવનો ફૂંકાવાને કારણે આગામી દિવસોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી આસપાસ પહોંચી જવાની શક્યતા છે; ગત રોજ સૌથી વધુ 40.3 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું. બપોરના સમયનું તાપમાન અને રાત્રિના સમયના તાપમાનમાં મોટો તફાવત થવાથી લોકોને હાલ મિશ્ર ઋતુ અનુભવાઈ રહી છે.

આ સમાચાર શેર કરો