મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ : રખિયાલમાં તલવારથી હુમલાના કેસમાં મોટી કાર્યવાહી, બે પોલીસકર્મી સસ્પેન્ડ

અમદાવાદમાં અસામાજિક તત્વોએ જાહેર રોડ પર તલવારો સાથે આતંક મચાવ્યો હતો. રખિયાલ - બાપુનગરના મુખ્ય માર્ગ પર

અમદાવાદ : રખિયાલમાં તલવારથી હુમલાના કેસમાં મોટી કાર્યવાહી, બે પોલીસકર્મી સસ્પેન્ડ

અમદાવાદમાં અસામાજિક તત્વોએ જાહેર રોડ પર તલવારો સાથે આતંક મચાવ્યો હતો. રખિયાલ - બાપુનગરના મુખ્ય માર્ગ પર તલવારો સાથે અસામાજિક તત્વોએ લોકોમાં ડર ફેલાવ્યો હતો. આ સમગ્ર મામલે મુખ્ય 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, સાથે બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. 

મુખ્ય 2 આરોપીની ધરપકડ - પોલીસકર્મીઓ સસ્પેન્ડ

આ અંગે માહિતી આપતા DCB રવિ મોહન સૈનીએ કહ્યું કે અમદાવાદ શહેરના રખિયાલ ગરીબનગર પાસે અસામાજિક તત્વોના આતંક મામલે પોલીસ પર હુમલો કરનાર મુખ્ય 2 આરોપીની PCB અને ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ સાથે PCR વાનના બે કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કારવામાં આવી છે. આ ઘટનામાં બાકીના આરોપીઓને શોધી કાઢવા ટિમો બનાવવામાં આવી છે. 4 આરોપીઓને પકડવા સ્થાનિક પોલીસ, ઝોન એલસીબી, ક્રાઇમ બ્રાન્ચની ટિમો કાર્યરત છે. ઘટના સ્થળેથી નીકળી ગયેલ રખિયાલ પોલીસના સ્ટાફ વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

રખિયાલ પોલીસ સામે સવાલો 

આ સમગ્ર ઘટનામાં રખિયાલ પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. આ આરોપીઓ સામે અનેક ગુન્હાઓ નોંધાયેલા છે, આમ છતાં આ ગુનેગારોને પકડવામાં નથી આવ્યા અને આથી જ આ ગુનેગારો જાહેરમાં તલાવર લઈને નીકળ્યા અને હુમલો કર્યો. 

રખિયાલ પોલીસની નિષ્ક્રીયતા ઘટના સમયે પણ દેખાઈ, જેમાં PCR વાનના પોલીસકર્મીઓ આરોપીઓને રોકવાને બદલે ત્યાંથી પલાયન થઇ ગયા. 

પોલીસે આરોપીઓને પકડવામાં ઉદાસીનતા ન રાખી હોત તો આજે આ ગુનેગારો જેલના સળિયા પાછળ હોત. પણ પોલીસ ગુનેગારોને રક્ષણ આપતી હોય અને છાવરી રહી હોય એવો ઘાટ ઘડાયો છે. 

6 આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ 

ફઝલ ફરીદ અહેમદ શેખ :  16 ગુન્હા, પાસા - 2 , તડીપાર - 1

અલ્તાફ ઉર્ફે જુમ્મન :43 ગુન્હા , પાસા - 6

સરવર ઉર્ફે કડવો : 21 ગુન્હા 

સમીર ચિકનો મહેબુબમીયા શેખ  : 3  ગુન્હા, પાસા - 1

અન્ની રાજપુત : 3  ગુન્હા, પાસા - 1

મહેફુઝ   : 3 ગુન્હા, પાસા - 1

આ સમાચાર શેર કરો