અમદાવાદ: ગોમતીપુરમાં બે શખ્સોની જાહેરમાં હત્યા, ખંડણી વસૂલતા હોવાનો હતો આરોપ
અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી.જ્યાં ગોમતીપુરના હાથીખાઈ ગાર્ડન પાસે અંગત અદાવતમાં તલવાર વડ

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી.જ્યાં ગોમતીપુરના હાથીખાઈ ગાર્ડન પાસે અંગત અદાવતમાં તલવાર વડે ઘા મારીને હત્યા કરવામાં આવી.ઘટનામાં મોહમ્મદ આમિર ઉર્ફે ભાંજો અને સબરેજ પઠાણની જાહેરમાં હત્યા કરવામાં આવી.
પોલીસે હત્યા કરનાર સમીર અને કમિલની સામે ગુનો નોંધી
આ મામલે ગોમતીપુર પોલીસે હત્યા કરનાર સમીર અને કમિલની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..તેમજ ગોમતીપુર પોલીસે એક આરોપીની અટકાયત કરી છે. મરનાર લોકો ડ્રગ્સ અને દારૂ પીને ખંડણી વસૂલતા હોવાનો આરોપ લગાવવામા આવ્યો છે.એડિશનલ સી.પી ક્રાઈમ બ્રાન્ચ, ડીસીપી ક્રાઈમ બ્રાન્ચ તથા એસીપી સહિતના અધિકારીઓ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં હાજર રહ્યા હતા.




