મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Kheda news: આઈસરે રિક્ષાને અડફેટે લેતા બાળકી સહિત બે વ્યક્તિના મોત, ફરાર ચાલકને ઝડપી પાડવા કવાયત

Kheda news: ઇન્દોર અમદાવાદ હાઈવે નજીક વધુ એક અકસ્માતની ઘટના સામ

Kheda news: આઈસરે રિક્ષાને અડફેટે લેતા બાળકી સહિત બે વ્યક્તિના મોત, ફરાર ચાલકને ઝડપી પાડવા કવાયત

Kheda news: ઇન્દોર અમદાવાદ હાઈવે નજીક વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. કઠલાલ બાયપાસ રોડ પર આઇસર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા અને રીક્ષા ચાલકને સામાન્ય ઇજા થઇ હતી. અકસ્માત મામલે કઠલાલ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 

સેવાલિયાથી કઠલાલ મીનાવાડા દર્શન કરવા જતા નડ્યો અકસ્માત 

ઇન્દોર અમદાવાદ હાઈવે નજીક કઠલાલ બાયપાસ રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક આઇસરે રિક્ષાને અડફેટે લેતા રીક્ષામાં સવાર એક મહિલા અને બાળકી રોડ પર ફંગોળાતા તેઓને ગંભીર ઇજા થતા તેઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે રીક્ષા ચાલકને સામાન્ય ઇજા થઇ હતી. બંને મૃતક સેવાલિયાથી કઠલાલ મીનાવાડા દર્શન કરવા જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. મૃતદેહને કઠલાલ સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડાયા છે. કઠલાલ પોલીસે ફરાર આઈસર ચાલકને પકડી પાડવા તપાસ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો