મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: નવસારી કોંગ્રેસના બે હોદ્દેદારો છ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ, શિસ્ત ભંગ બદલ લેવાયા પગલા

નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિએ પાર્ટીના બે હોદ્દેદારોને પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પ

તસવીર: GSTV

નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિએ પાર્ટીના બે હોદ્દેદારોને પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. ગુજરાત કોંગ્રેસના સોશિયલ મીડિયા મહામંત્રી પાર્થ અનાવાડિયા અને સોશિયલ મીડિયા પ્રમુખ નીતિન માલવિયાને શિસ્ત ભંગ બદલ તેમના પદ અને પાર્ટીના સભ્ય પદેથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે. છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયામાં કોંગ્રેસ પક્ષને ન શોભે તેવી અભદ્ર ભાષાનો પ્રયોગ કરવા બદલ અને શિસ્તભંગ કરવા બદલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે સસ્પેન્ડ કર્યા છે.

આ સમાચાર શેર કરો