Surat news: પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગની દુર્ઘટનામાં વધુ બે કામદારના મોત, મૃત્યુઆંક 4 પર પહોંચ્યો
સુરતના ઉધના વિસ્તારમાં આવેલા પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગની દુર્ઘટનામાં

સુરતના ઉધના વિસ્તારમાં આવેલા પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગની દુર્ઘટનામાં વધુ બે કામદારોના કરૂણ મોત નિપજ્યા છે. આ સાથે જ આ અગ્નિકાંડમાં કુલ મૃત્યુઆંક હવે વધીને 4 પર પહોંચ્યો છે.
5 કામદારો ગંભીર રીતે દાઝી ગયા
આગની આ ઘટનામાં કુલ 5 કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અગાઉ સારવાર દરમિયાન 2 કામદારોના મોત થયા હતા, જ્યારે વધુ બે શ્રમિકો જિંદગી સામેની જંગ હારી ગયા છે. ગંભીર રીતે દાઝેલા કામદારોની હાલત નાજુક હોવાથી મૃત્યુઆંક હજુ પણ વધી શકે તેવી આશંકા સેવાઈ રહી છે...




