મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પાક નિષ્ફળ જવાથી સૌરાષ્ટ્રના વધુ બે ખેડૂતોએ આત્મહત્યા કરી, માવઠાના કારણે નુકસાન થતાં હતપ્રભ થઈને જીવ દઈ દીધો

ગુજરાતમાં તાજેતરમાં આવેલા કમોસમી વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં ખેતી પાક નિષ્ફળ જતાં અનેક ખેડૂ

પાક નિષ્ફળ જવાથી સૌરાષ્ટ્રના વધુ બે ખેડૂતોએ આત્મહત્યા કરી, માવઠાના કારણે નુકસાન થતાં હતપ્રભ થઈને જીવ દઈ દીધો
ગુજરાતમાં તાજેતરમાં આવેલા કમોસમી વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં ખેતી પાક નિષ્ફળ જતાં અનેક ખેડૂતો તનાવમાં આવી ગયા છે. આવી સ્થિતિમાં જીવન ટૂંકાવી લેવાના વધુ બે બનાવ રાજકોટ જિલ્લામાં બન્યા છે. વિંછીયા તાલુકાના રેવાણીયા અને કોટડાસાંગાણી તાલુકાના અરડોઈ ગામે બે ખેડૂતે આત્મહત્યા કરી લેતાં પરિવારજનોમાં આક્રંદ છવાયું છે.  

બે ખેડૂતોએ કરી આત્મહત્યા

બનાવની વધુ વિગત મુજબ, વિંછીયા તાલુકાના રેવાણીયા ગામે રહેતા ખેતમજુર ખેડૂત દાનાભાઈ  રામજીભાઈ જાદવનો કૃષિ પાક નિષ્ફળ જતાં તેઓ હતપ્રભ બની ગયા હતા. આ ખેડૂતને કમોસમી વરસાદના કારણે મોટું નુકસાન જતાં તે ચિંતામાં ડૂબી ગયા હતા. પરિવારજનોના કહેવા મુજબ, સતત બે વર્ષથી પાક નિષ્ફળ જતાં આર્થિક રીતે ખૂબ જ પીડિત હતા. આથી, તેણે ઘરે જ ગળાફાંસો ખાઈ જીવ દીધો હતો. 

 કૃષિ પાક નિષ્ફળ જતાં હતપ્રભ બનીને જીવ દઈ દીધો

બીજા બનાવમાં કોટડાસાંગાણીના અરડોઈ ગામે દિલીપભાઈ નાગજીભાઈ વીરડિયાએ પાક નિષ્ફળ જવાની ચિંતામાં  અને મોટું દેવું થઈ જતાં વાડીએ ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી છે. દિલીપભાઈએ ભાગવી રાખેલી ૨૮ વીઘા જમીન અને પોતાની દસ વીઘા  જમીનમાં વાવેતર કર્યું હતું પણ કમોસમી વરસાદના કારણે મોટું નુકસાન આવી જતાં ચિંતામાં આત્મઘાતી પગલું ભરી લીધું હતું.

આ સમાચાર શેર કરો