Surendranagar news: સબજેલના બાથરૂમમાંથી બે મોબાઈલ અને ચાર્જર મળ્યા
સુરેન્દ્રનગર સબજેલ વિવાદમાં આવી છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગરની સબ જેલમાં ચેકિંગ હાથ ધરવામાં આવી

સુરેન્દ્રનગર સબજેલ વિવાદમાં આવી છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગરની સબ જેલમાં ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન બિનઅધિકૃત વસ્તુઓ મળી આવતાં વિવાદ વધ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે બેરેક નંબર 03ના બાથરૂમમાંથી બે મોબાઈલ અને ચાર્જર સહિતની વસ્તુઓ પકડાઈ હતી. સુરેન્દ્રનગર સબ જેલની સામે આવેલા સ્ટોરમાંથી સમગ્ર રેકેટ ચાલતું હોવાની આશંકા છે.
03ના બાથરૂમમાંથી બે મોબાઈલ અને ચાર્જર સહિતની વસ્તુઓ પકડાઈ
આ સ્ટોરમાંથી કથિત રીતે તમામ પ્રકારની પ્રતિબંધિત વસ્તુઓ પહોંચી રહી હોવાનું સામે આવ્યું છે. રૂપિયાની આડમાં કેદીઓને અલગ અલગ સુવિધાઓ આપવામાં આવતી હોવાની અટકળોએ જોર પકડ્યું છે.જેલ વહીવટીતંત્ર દ્વારા આ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે.



