મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નવસારીમાં બે શખ્સો ભરબપોરે ઘરમાં ઘુસી મહિલાને ડરાવી મંગલસુત્ર લૂંટી ફરાર

છેલ્લા ઘણાં સમયથી ગુજરાતભરમાં લૂંટારુઓએ ભારે આતંક મચાવ્યો છે. એવામાં નવસારીમાંથી એક ચોંકાવનારી ઘટના સા

નવસારીમાં બે શખ્સો ભરબપોરે ઘરમાં ઘુસી મહિલાને ડરાવી મંગલસુત્ર લૂંટી ફરાર

છેલ્લા ઘણાં સમયથી ગુજરાતભરમાં લૂંટારુઓએ ભારે આતંક મચાવ્યો છે. એવામાં નવસારીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં બે શખ્સો ઘરમાં ઘુસીને મહિલાના ગળામાંથી મંગલસુત્ર ચોરીને ફરાર થઈ ગયા છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરમાંથી લૂંટારુઓના આતંકની ઘટના સામે આવી રહી છે જેમાં ધોળા દિવસે ઘરમાં ઘુસીને મહિલાના ગળામાંથી મંગલસુત્રની લૂંટ મચાવવામાં આવી હતી.

બીલીમોરા પોલીસ સ્ટેશનથી 500 મીટર દૂર આવેલ સહિયોગ સોસાયટીમાં આ ઘટના બની હતી જેમાં ભર બપોરે બુરખાધારી બે ઇસમો ઘરમાં ઘૂસીને ચપ્પાની અણીએ લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ઘરના આગળના હોલમાં બેઠેલી મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ચોરી બે ચોરો ફરાર થયા હતા. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. મામલાની જાણ થતાં જ બીલીમોરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ફરાર આરોપીઓને શોધવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચાર શેર કરો