મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Amreli news: વ્હેલ માછલીની ઊલટી સાથે બે શખ્સ પકડાયા, ત્રણ ટુકડાની કિંમત છે કરોડોમાં

અમરેલી એલસીબીએ ભાવનગર જિલ્લાના જુના રાજપરા ગામના બે શખ્સોને વ્હેલ માછલીની ઊલટી એમ્બરગ્રીસ સાથ

Amreli news: વ્હેલ માછલીની ઊલટી સાથે બે શખ્સ પકડાયા, ત્રણ ટુકડાની કિંમત છે કરોડોમાં

અમરેલી એલસીબીએ ભાવનગર જિલ્લાના જુના રાજપરા ગામના બે શખ્સોને વ્હેલ માછલીની ઊલટી એમ્બરગ્રીસ સાથે પકડી પાડયા છે. આ એમ્બરગ્રીસની કિંમત 3 કરોડ જેટલી છે. આ અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

દરિયામાંથી મળતી વ્હેલ માછલીની ઊલટી તરતુ સોનું તરીકે ઓળખવામાં આવે છે, આ એમ્બરગ્રીસનો ઉપયોગ મોંઘી દવા અને પર્ફ્યુમ બનાવવા માટે કરવામાં આવે છે, પણ તેનું ખરીદ-વેચાણ પ્રતિબંધિત છે. અમરેલી એલસીબીએ ભાવનગર જિલ્લાના જુના રાજપરા ગામના કીશન ભુપત બારૈયા અને દીનેશ સડાભાઇ ડોળાસીયાને એમ્બરગ્રીસ સાથે પકડ્યા છે. તેઓની પાસેથી ત્રણ ટુકડા (વજન 2.910 કિલોગ્રામ જેની કિમત 2.91 કરોડ) જપ્ત કરાયા છે. આ અંગે પોલીસ આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો