મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ધોળકામાં બુલેટ અને બાઈક વચ્ચે અકસ્માતમાં બેના મોત, એક ઈજાગ્રસ્ત

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કોઠ બેગવા રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત

ધોળકામાં બુલેટ અને બાઈક વચ્ચે અકસ્માતમાં બેના મોત, એક ઈજાગ્રસ્ત

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કોઠ બેગવા રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત નિપજ્યા હતા. ધોળકાના કોઠ ગામ પાસે આ ગંભીર અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં બાઇક અને બુલેટ વચ્ચે ગ્વામખ્વાર અકસ્માત સર્જાતા બે વ્યક્તિઓના મોત થયા હતા અને એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત પામ્યો હતો.

આ પણ વાંચો : અમદાવાદ ભાજપમાં વોર્ડ પ્રમુખની નિમણૂકને લઇને ભડકો, અનેક જગ્યાએ આંતરિક ખટરાગ

અકસ્માતમાં બાઈક ચાલક ચંદ્રકાન્તભાઈ પરષોતમ ભાઈ મેરૈયાનું ઘટન સ્થળ પર જ મૃત્યુ નિપજ્યુ હતુ જ્યારે ભવનપૂરા ગામના રોયલ એન્ફિલ્ડ બુલેટ ચાલક રાજલભાઈ નટુભાઈનું સારવાર દરમિયાન મોત થયું હતુ. જ્યારે બાઇક પર સવાર અન્ય એકને ગંભિર ઇજાઓ પહોચી હતી તેને અમદાવાદ હોસ્પિટલમાં લઈ જવામા આવ્યા છે. અકસ્માત ની જાણ થતા લોકોના ટોળા દોડી આવ્યા હત્યા તેમજ પોલીસને જાણ કરતા કોઠ પોલીસ ઘટનાસ્થળ પર આવી વધુ તપાસ હાથ ધરી હતી.

આ સમાચાર શેર કરો