મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Botad news: બે બાળકીઓના તળાવમાં ડૂબી જવાથી મોત, પરિવાર સહિત પંથકમાં શોકની લાગણી

બોટાદ જિલ્લાના જલાલપુર ગામે માલઢોર ચરાવવા માટે આવેલી બે બાળકીઓના તળાવમાં ડૂબી જવાથી મોત નિપજ્યાં છે.

Botad news: બે બાળકીઓના તળાવમાં ડૂબી જવાથી મોત, પરિવાર સહિત પંથકમાં શોકની લાગણી

બોટાદ જિલ્લાના જલાલપુર ગામે માલઢોર ચરાવવા માટે આવેલી બે બાળકીઓના તળાવમાં ડૂબી જવાથી મોત નિપજ્યાં છે. બંને બાળાઓના મોતથી પરિવાર સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.  

બંને તળાવના ઊંડા પાણીમાં થઈ ગરક

બોટાદમાં ગઢડા તાલુકાના જલાલપુર ગામે બે બાળકીઓના પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યા છે. મુળ બાબરાના ખંભાળા ગામના અને માલઢોર ચરાવવા માટે આવેલા પરિવારની સાત વર્ષની રિદ્ધિ સોરીયા અને પાંચ વર્ષની ગોપી સોરીયા તળાવના પાણીમાં ગરકાવ થઈ જતા તેમના મોત નિપજ્યા હતા. બંને બાળકીઓના મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે ઢસા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા.   

આ સમાચાર શેર કરો