છોટાઉદેપુર : વડાતળાવ ગામ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં 2 વિદ્યાર્થિનીના ઘટનાસ્થળે મોત
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક આવેલ વડાતળાવ ગામ પાસે હિટ એન્ડ રનની ઘટનામા

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક આવેલ વડાતળાવ ગામ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં 2 વિદ્યાર્થિનીના ઘટનાસ્થળ પર મોત થયા છે, જ્યારે એક યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પાણીબાર ગામના મનહરભાઈ વિનુભાઈ રાઠવાની બાઇક પર નાની આમરોલ ગામની નિરમાબેન ગોવિંદભાઇ રાઠવા અને પ્રતાપપુરા ગામની અંજુબેન નાગલિયાભાઈ રાઠવા વાઘોડિયા નજીક આવેલ મુનિઆશ્રમમાં નર્સિંગનું ફોર્મ ભરવા ગયા હતા.
ત્યાંથી પરત આવતા બોડેલીના વડાતળાવ ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા વાહનચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક પર સવાર બે વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે યુવક મનહર ઇજાગ્રસ્ત થતા તેને બોડેલીના ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.
ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ક્યાં વાહને અકસ્માત કર્યો તે બાબતે તપાસ આદરી છે.






