વાડ જ ગળવા લાગી ચીભડાં, GEBમાં મોટી ખુરશી શોભાવતા બે ઈજનેરે આ રીતે ચોર્યા લાખોના વીજ તાર
સુરત જિલ્લાના કડોદરા ખાતે જીઇબી કચેરીમાંથી જ ગત તારીખ 17 એપ્રિલના રોજ

સુરત જિલ્લાના કડોદરા ખાતે જીઇબી કચેરીમાંથી જ ગત તારીખ 17 એપ્રિલના રોજ 66 કેવી સબ સ્ટેશનના કમ્પાઉન્ડમાંથી ચોરી થઈ હતી. એલ્યુમિનિયમ કંડક્ટર ભરેલ વીજ તારના બે ડ્રમની સાત લાખથી વધુ કિંમતની ચોરી અંગે ફરિયાદ નોંધાઈ હતી. જે બાબતે પોલીસની તપાસમાં ચોર કોઈ બીજા નહીં પરંતુ, વીજ કંપનીમાં ફરજ બજાવનાર મોટી ખુરશી શોભાવતા બે જુનિયર એન્જિનિયર જ ચોર નીકળ્યા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.
ચોરીનું નેટવર્ક કર્યુ ઉભું
દિવસોની તપાસ દરમિયાન આ સમગ્ર ચોરીની ઘટનામાં વીજ કંપનીના જ કોઈ અધિકૃત કર્મચારી ઉપર જ પોલીસ તપાસ કેન્દ્રીત થઈ હતી. પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ કરતા આ સમગ્ર ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો હતો. ચોર બીજા કોઈ નહીં પરંતુ, વીજ કંપનીના અધિકારી અને કહેવાતા જુનિયર ઈજનેર સમીર વિનોદભાઈ સોજીત્રાએ આખું ચોરીનો નેટવર્ક રચ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. આ સમીર સોજીત્રાએ કીમ ડિવિઝનમાં ફરજ બજાવતા જુનિયર ઈજનેર વિકાસ જયંતીલાલ મેવાડાનો સંપર્ક કર્યો હતો. વિકાસ મેવાડાએ આ ચોરીનો સામાન કયા કોન્ટ્રાક્ટરને આપવો તેની આખી રણનીતિ બનાવી હતી.
મેન્યુઅલી પાસ બનાવી ચોરી કરતા
સ્ટોરમાંથી સામાન કાઢતી વખતે ઇ ઉર્જા સોફ્ટવેરથી આઉટ પાસ કાઢવામાં આવે છે. જેનાથી જ માલ બહાર કાઢવામાં આવે છે. પરંતુ સિસ્ટમની વિરુદ્ધમાં જઈને ભેજાબાજ જુનિયર એન્જિનિયર સમીર સોજીત્રાએ ત્યાં ચાર્જમાં હોય આઉટપાસ સિસ્ટમને બદલે મેન્યુઅલી પાસ બનાવીને લાખોનો સામાન કચેરીમાંથી બારોબાર વગે કરી દેતા હતા. માંડવી તાલુકાના તડકેશ્વર ખાતે આવેલી આલોક ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરનાર કોન્ટ્રાક્ટર ધવલ લાલજી પટેલ ચોરેલો સામાન લેતા પોલીસે તેની પણ ધરપકડ કરી હતી.








