મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ડભોઈમાં કફ સિરપના કારણે બે બાળકોની તબિયત લથડી, ઝોલાછાપ ડોક્ટરને પકડવા ચક્રો ગતિમાન

ભારતમાં ઝેરીલી કફ સિરપના કારણે 20થી વધુ બાળકોના મોત થઈ ચૂક્યા છે. WHO(વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝ

ડભોઈમાં કફ સિરપના કારણે બે બાળકોની તબિયત લથડી, ઝોલાછાપ ડોક્ટરને પકડવા ચક્રો ગતિમાન

ભારતમાં ઝેરીલી કફ સિરપના કારણે 20થી વધુ બાળકોના મોત થઈ ચૂક્યા છે. WHO(વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન)એ આ મામલે સંજ્ઞાન લેતા 3 ફાર્મા કંપનીઓને ચેતવણી આપી છે. ગુજરાતમાં પણ સીરપની તપાસના આદેશ આપ્યા છે. એવામાં ડભોઇ તાલુકાના સિતપુર ગામમાં પ્રતિબંધિત કફ સીરપના સેવનથી બે બાળકો તબિયત લથડવાનો મામલો સામે આવ્યો છે. 

સીતપુર ગામમાં ત્રણ દિવસ પહેલા તબિયત લથડતા બે બાળકોને ડભોઇ ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. દાહોદથી મજૂરી અર્થે આવેલા શ્રમજીવીના બે બાળકોને કોઈ લેભાગુ તબીબે કફ સીરફ આપતા તબિયત લથડી હતી. જોકે સમયસર સારવાર મળતા બંનેની તબિયત હાલ સુધારા પર છે. આ ઘટના પ્રકાશમાં આરોગ્ય તંત્ર તપાસ અર્થે ડભોઇમાં દોડી આવ્યું હતું. બાળકોના સ્વાસ્થ્ય વિશે આરોગ્ય વિભાગે માહિતી મેળવી હતી. સમગ્ર તપાસમાં ફ્રૂડ એંડ ડ્રગ્સની ટીમ જોડાઈ છે. 

ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે સારવાર આપનાર પ્રમુખસ્વામી હોસ્પિટલના ડોક્ટરની પૂછપરછ કરી હતી. બાળકોને શું તકલીફ હતી અને કેટલો ડોઝ લીધો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે. હાલમાં આ બાળકોને કઈ કફ સીરપ, કયા ડોક્ટરે આપી હતી તેની તપાસ આદરવામાં આવી હતી. હાલમાં બાળકોને દવાનો ઓવરડોઝ આપવાથી તકલીફ થઈ હોવાનું અનુમાન છે. આરોગ્ય વિભાગ ફૂડ એન્ડ ડ્રગ્સ તેમજ પોલીસ તંત્રની મદદથી સાચી હકીકત મેળવવા તેમજ ઝોલા છાપ ડોક્ટરને ઝડપી પાડવા કામે લાગ્યું છે. 

આ સમાચાર શેર કરો