મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમરેલી: લાઠીના તળાવમાં ન્હાવા પડેલા બે બાળકો ડૂબ્યા, સિવિલના તબીબોએ મૃત જાહેર કર્યા

અમરેલીના લાઠીના હીરાણા તળાવમાં ન્હાવા જતા બે બાળકો ડૂબ્યાની ઘટના સામે આવી છે. સ્થાનિકોએ બન્ને બાળકોને બ

અમરેલી: લાઠીના તળાવમાં ન્હાવા પડેલા બે બાળકો ડૂબ્યા,  સિવિલના તબીબોએ મૃત જાહેર કર્યા

અમરેલીના લાઠીના હીરાણા તળાવમાં ન્હાવા જતા બે બાળકો ડૂબ્યાની ઘટના સામે આવી છે. સ્થાનિકોએ બન્ને બાળકોને બહાર કાઢ્યા હતા, ત્યારબાદ બન્ને લાઠીની સિવિલમાં ખસેડ્યા હતા. 

લાઠી સિવિલમાં હાજર તબીબોએ મૃત જાહેર કર્યા

લાઠી સિવિલમાં હાજર તબીબોએ મૃત જાહેર કર્યા હતા. મળતા અહેવાલ પ્રમાણે એક બાળક તળાવમાં અંદર સુધી ગયો હતો, ત્યારે બીજું બાળક તેને બચાવવા જતાં બન્ને બાળકોના મોત નીપજ્યા છે. સમગ્ર ગામમાં બાળકોના મોતથી શોકનો માહોલ સર્જાયો છે. બાળકોની ઓળખ ધાર્મિક અને તુષાર તરીકે થઈ છે.

આ સમાચાર શેર કરો