મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કચ્છમાં ચાંદીપુરા વાયરસથી બે બાળકના મોત, અન્ય 6 બાળકો હાલ સારવાર હેઠળ

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર હજુ પણ યથાવત છે. ત્યારે આજે કચ્છ જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી બે બાળકના મોત નિ

કચ્છમાં ચાંદીપુરા વાયરસથી બે બાળકના મોત, અન્ય 6 બાળકો હાલ સારવાર હેઠળ

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર હજુ પણ યથાવત છે. ત્યારે આજે કચ્છ જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી બે બાળકના મોત નિપજ્યા છે. આમ ચાંદીપુરા વાયરસથી મૃત્યુઆંક 45થી વધુ થઈ ગયો છે. 

કચ્છના માધાપર મજૂર વસાહતમાં આઠ માસનું બાળક અને અંજારના મેઘપરની છ વર્ષની બાળકીનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત થયું છે. જ્યારે અન્ય 6 બાળકો હાલ સારવાર હેઠળ છે.

ઘરોમાં મેલેથિયોને પાવડરથી ડસ્ટિંગ કામગીરી કરાઈ 

ચાંદીપુરા વાઈરસને લઈને રાજ્ય સરકારનું આરોગ્ય તંત્ર હાલ દોડતુ થઈ ગયુ છે અને રાજ્યમાં ચાંદીપુરા વાઈરસને કાબુમાં લેવા અને બાળકોની સુરક્ષાને લઈને વિવિધ કામગીરી પણ શરૂ કરવામા આવી છે ત્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં 4.96 લાખથી કાચા ઘરોમાં મેલેથિયોને પાવડરથી ડસ્ટિંગ કામગીરી કરાઈ છે અને દર્દીઓના ઘર તેમજ આસપાસના ઘરો મળીને 41,211 ઘરોમાં સર્વેલન્સની કામગીરી કરાઈ છે.

ચાંદીપુરા વાયરસના લક્ષણ

ખેંચ આવવી
માથાનો દુ:ખાવો
બેભાન થવું
તાવ
ઉલટી
ઝાડા
- 0થી 14 વર્ષના બાળકોને આ બીમારીની સંભાવના વધારે છે.
- જો આવા ચિહ્ન-લક્ષણો સાથેની બીમારી જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો...

આ સમાચાર શેર કરો