મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમરેલીમાં બે કાર સામસામે અથડાઈ, વડોદરામાં શ્વાનના બચાવમાં ગાડી પલટતાં 2ના મોત

અમરેલી જિલ્લામાં રાજુલા હિંડોરણા ગામ નજીક બ્રિજ પર ટાટા વિગર અને ફોરવિલ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ફોરવિલ કાર

અમરેલીમાં બે કાર સામસામે અથડાઈ, વડોદરામાં શ્વાનના બચાવમાં ગાડી પલટતાં 2ના મોત

અમરેલી જિલ્લામાં રાજુલા હિંડોરણા ગામ નજીક બ્રિજ પર ટાટા વિગર અને ફોરવિલ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ફોરવિલ કાર રોંગ સાઇડમાં આવતી હોવાથી અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ટાટા વિગર કારમાં કુલ આઠ જેટલા મુસાફરો સવાર હતા. તમામ મુસાફર નાગપુર ગામના હતા જેઓ સોમનાથ દર્શન કરીને પરત નાગપુર જઈ રહ્યા હતા તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો.

આ પણ વાંચો : VIDEO: વડોદરામાં ટ્રક ચાલકે જોયા વિના રિવર્સ લીધું, પાછળ યુવક કચડાઈને મૃત્યુ પામ્યો

વિગર ગાડીમાંથી બે મહિલાઓને 108ની ટીમે ભારે જહેમત બાદ બહાર કઢાયા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. ચાર જેટલા મુસાફરોને ઈજા પહોંચતા સારવાર અર્થે રાજુલા ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

વડોદરામાં શ્વાને લીધો 2 મિત્રોનો ભોગ, ત્રણને ગંભીર ઈજા

વડોદરાથી પાંચ મિત્રો સારંગપુર જતા હતા જ્યાં રસ્તા પર શ્વાનને બચાવવા જતા ગાડી પલટી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ફોર વ્હીલર ગાડીને ભારે નુકશાન પહોંચ્યું હતું તેમજ અકસ્માતની જાણ થતા 108 તથા તારાપુર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

આ પણ વાંચો : વડોદરામાં ખેતરના મજુરીકામે ગયેલી યુવતીનું કવચ નદી કિનારે રહસ્યમયી મોત

વડોદરાના નાગર પાડામાં રહેતા પ્રણવ પંડ્યા અને અટલાદરામાં રહેતા જીગ્નેશ વસાવાનું શરીરે ગંભીર ઇજા થતા તેમનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે વડોદરાના નાગરવાડામાં રહેલા અનિલપંડ્યા તથા અક્ષય રાજપુતને શરીરે ગંભીર ઇજા પહોંચતા તેમને કરમસદ મેડિકલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. તેમજ આકાશ રાણાને શરીરે વધતા ઓછા પ્રમાણમાં ઇજા પહોંચતા તેઓ પણ સારવાર હેઠળ છે. અકસ્માતની ઘટનાને લઈ તારાપુર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો