મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત/ પિતાનો મૃતદેહ લઈ જવા માટે બે ભાઈઓ બાખડી પડ્યા, સિવિલના PM રૂમ બહાર બબાલ

સુરતની સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ બહાર બખેડો સર્જાયો હતો. બે ભાઈઓ વચ્ચે પિતાના મૃતદેહને લઈ

સુરત/ પિતાનો મૃતદેહ લઈ જવા માટે બે ભાઈઓ બાખડી પડ્યા, સિવિલના PM રૂમ બહાર બબાલ

સુરતની સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ બહાર બખેડો સર્જાયો હતો. બે ભાઈઓ વચ્ચે પિતાના મૃતદેહને લઈ જવા મુદ્દે બબાલ સર્જાઈ હતી. અલગ અલગ રહેતા બન્ને ભાઈઓ પિતાના મૃતદેહને લઈ જવા ઈચ્છતાં હતાં. જેથી જાહેરમાં બન્ને ભાઈઓ સહિતના લોકો વચ્ચે મારામારી સર્જાઈ હતી. જો કે, નજીકમાં જ પોલીસ ચોકી હોવા છતાં લડી રહેલા ભાઈઓને છોડાવવા કોઈ આવ્યુ નહોતું.

પોલીસ ચોકીની નજીકમાં બબાલ

સુરત સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ બહાર નેપાળી પિતાના મૃતદેહને લઈ જવા માટે બે ભાઈઓ ઝઘડી રહ્યાં હતાં. જેથી બન્ને ભાઈઓના સમર્થકો સહિતના 200થી વધુ લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. પોસ્ટમોર્ટમ રૂમથી 50 મીટરના અંતરમાં જ પોલીસ ચોકી આવેલી છે. તેમ છતાં પોલીસનો કોઈ પણ કર્મચારી ઝઘડી રહેલા લોકોને શાંત કરવા માટે આવ્યા નહોતાં. ઘણા સમય સુધી બબાલ અને મારા મારી ચાલ્યા બાદ સમાજના આગેવાનોએ મામલો થાળે પાડ્યો હતો.

પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલો
 
અલગ અલગ રહેતા 2 ભાઈઓ પિતાનો મૃતદેહ પોતાના ઘરે લઇ જવા બાબતે બાખડ્યા હતાં. લાંબા સમય મારામારી ચાલતી રહી હતી. આ તમાશાને જોઈને સ્થાનિકો પણ ડરી ગયા હતાં. જો કે, આ ઝઘડો એ લોકોનો અંદરોઅંદરનો હતો. તેમ છતાં પણ કોઈ તમાશો અટકાવવા માટે આગળ આવ્યું નહોતું. જેથી સિવિલ હોસ્પિટલની પોલીસ ચોકી પર સવાલો ઉભા થયાં હતાં.

આ સમાચાર શેર કરો