બનાસકાંઠા: ભાટીબ ગામની ખેત તલાવડીમાં નાના ભાઈને બચાવવા જતા મોટા ભાઈનું પણ મોત
બનાસકાંઠાના ધાનેરાના ભાટીબ ગામેથી દુ:ખદ અહેવાલ સામે આવ્યા છે. જેમાં ભાટિબ ગામની ખેત તલાવડ

બનાસકાંઠાના ધાનેરાના ભાટીબ ગામેથી દુ:ખદ અહેવાલ સામે આવ્યા છે. જેમાં ભાટિબ ગામની ખેત તલાવડીમાં ડૂબી જતા બે સગા ભાઈઓના મોત થયા છે. મળતા અહેવાલ પ્રમાણે નાનો ભાઈ અવતારસિંહ ખેત તલાવડીમાં પાઇપ રીપેરીંગ કરવા ઉતર્યો અને પગ લપસી જતા તે ડૂબ્યો હતો.
બન્ને ભાઈ ખેત તલાવડીમાં ડૂબી જતા ઘટના સ્થળે જ મોત
નાના ભાઈને ડૂબતા જોઈને જો કે મોટા ભાઈ હિતેન્દ્રસિંહ તેને બચાવવા ઉતર્યો હતો, મોટો ભાઈ પણ ખેત તલાવડીના પાણીમાં ગરકાવ થયો હતો. બન્ને ભાઈ ખેત તલાવડીમાં ડૂબી જતા ત્યાં જ તેમના મોત નીપજ્યા હતા. પોલીસે અકસ્માતએ મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.




