મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પત્ની સાથેના ગૃહકંકાસે લીધો બે સગા ભાઈઓનો ભોગ, નાના બાદ મોટાએ સુરતમાં ગટગટાવ્યું એસિડ

સુરતના લિંબાયતના નીલગીરી સર્કલ પાસે પત્ની સાથેના ગૃહકંકાસમાં પોલીસ આવી હતી. જેથી પો

પત્ની સાથેના ગૃહકંકાસે લીધો બે સગા ભાઈઓનો ભોગ, નાના બાદ મોટાએ સુરતમાં ગટગટાવ્યું એસિડ

સુરતના લિંબાયતના નીલગીરી સર્કલ પાસે પત્ની સાથેના ગૃહકંકાસમાં પોલીસ આવી હતી. જેથી પોલીસના ડર અથવા તો કંકાસથી કંટાળેલા યુવકે એસિડ ગટગટાવી લીધું હતું. બાદમાં તેને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જવાયો હતો. ઘટનાની જાણ મોટાભાઈને થતાં તેણે પણ ટેન્શનમાં એસિડ પી લીધું હતું. વારાફરતી બન્ને ભાઈઓના મોત થતા પરિવારમાં શોકનો માતમ છવાયો છે.

સારવાર દરમિયાન મોત

સ્મીમેર હોસ્પિટલથી મળતી વિગત મુજબ લિંબાયત નીલગીરી સર્કલ પાસ જવાહર મોહલ્લામાં રહેતા 37 વર્ષના જીતેન્દ્ર બાબુ નાયકા ઘરમાં એસિડ ગટગટાવી ગયો હતો. જેથી તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયાં હતાં. જ્યાં તેનું મોત થયું હતું. આથી ટેન્શનમાં આવી જીતેન્દ્રના મોટાભાઈ બીપીન પણ રાતે એસિડ ગટગટાવી ગયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

પોલીસ કામગીરી પર શંકા

પોલીસે કહ્યું કે, જીતેન્દ્રનો પત્ની સાથે ગૃહકંકાસ થો હતો. જેથી માઠું લાગતા આ પગલું ભર્યું હોવાની શક્યતા છે. જીતેન્દ્રએ આ પગલું ભર્યું હોવાના વિરહમાં આવીને બીપીને પણ આપઘાત કરી લીધો હતો. બંન્ને ભાઈઓ મજૂરીકામ કરતાં હતાં. જીતેન્દ્રને ત્રણ સંતાન છે. આ અંગે લિંબાયત પોલીસે તપાસ હાથ ધરી છે. સ્થાનિકોએ કહ્યું કે, જીતેન્દ્રની પત્નીએ પોલીસમાં ફરિયાદ કરી હતી. જેથી પોલીસ આવતાં જ જીતેન્દ્રએ આ પગલું ભર્યું છે. જેથી પોલીસ પર પણ કેસ થવો જોઈએ.

આ સમાચાર શેર કરો