મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કોકેઈન કેસમાં ઝડપાયેલા બે આરોપી પૂર્વ કચ્છ પોલીસના જાપ્તામાંથી ફરાર

કચ્છ: બે સપ્તાહ પહેલા જ કરોડો રૂપિયાના કોકેઈન કેસમાં ઝડપાયેલા બે આરોપી પૂર્વ કચ્છ પોલીસના

કોકેઈન કેસમાં ઝડપાયેલા બે આરોપી પૂર્વ કચ્છ પોલીસના જાપ્તામાંથી ફરાર

કચ્છ: બે સપ્તાહ પહેલા જ કરોડો રૂપિયાના કોકેઈન કેસમાં ઝડપાયેલા બે આરોપી પૂર્વ કચ્છ પોલીસના પંજાબમાં જાપ્તામાંથી ફરાર થઇ ગયા છે.

બે સપ્તાહ પહેલા જેમને પૂર્વ કચ્છની પોલીસે કરોડો રૂપિયાના કોકેઈન સાથે કચ્છમાંથી ઝડપી લીધા હતા, તેમાંથી બે પુરુષ આરોપી પોલીસને ચકમો આપીને ભાગી ગયા છે. માદક પદાર્થ સાથે પકડાયેલા બે પંજાબી દંપતીમાંથી બે પુરુષ આરોપીને લઈને સામખિયાળી પોલીસ પંજાબ તપાસ કામે લઈ ગઈ હતી. જયારે પોલીસ તેમને પાછા કચ્છ લાવી રહી હસ્તી ત્યારે પંજાબમાં કારમાં પંચર પડ્યું અને તેનો લાભ ઉઠાવીને બંને આરોપી ભાગી છૂટ્યા છે.

પૂર્વ કચ્છના સ્પેશ્યિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને સ્થાનિક પોલીસ દ્વારા આ આરોપીઓને બે મહિલા સાથે કચ્છમાં 1.47 કરોડની કિંમત વાળા કોકેઈન સાથે કચ્છમાં પ્રવેશ કરતી વેળાએ ઝડપી લીધા હતા.

આ સમાચાર શેર કરો