મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

તુરખેડા ગામે સગર્ભાના મોત બાદ આખરે સરકાર જાગી, મુખ્યમંત્રી સડક યોજનામાં 18.50 કરોડના ખર્ચે બનશે ગામનો રોડ

છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના તુરખેડા ગામે સગર્ભાનું રસ

તુરખેડા ગામે સગર્ભાના મોત બાદ આખરે સરકાર જાગી,  મુખ્યમંત્રી સડક યોજનામાં 18.50 કરોડના ખર્ચે બનશે ગામનો રોડ

છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના તુરખેડા ગામે સગર્ભાનું રસ્તાના વાકે ઝોળીમાં પ્રસુતિ અર્થે લઈ જતા રસ્તા વચ્ચે જ મૃત્યુ થયું હતું. આ બનાવ બાદ સફાળી જાગેલી સરકારે તુરખેડા ગામને રોડની સુવિધા આપવા તાત્કાલિક 18.50 કરોડ મુખ્યમંત્રી સડક યોજનામાં મંજુર કર્યા છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગામોમાં આઝાદીના આટલા વર્ષો પછી પણ રસ્તાની સુવિધા નથી.

કાર્યપાલક ઇજનેરની જગ્યા છેલ્લા બે વર્ષથી ખાલી

છોટાઉદેપુર જિલ્લા પંચાયતના  માર્ગ મકાન વિભાગે અગાઉ તુરખેડા ગામના રસ્તા માટે 10 કરોડની માંગણી કરી હતી, અને સરકારમાં દરખાસ્તો મોકલી હતી,પરંતુ દરખાસ્તો નામંજૂર થતાં ગામ અત્યાર સુધી રસ્તાથી વંચિત રહ્યું હતું. છોટાઉદેપુર જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગમાં કાર્યપાલક ઇજનેરની જગ્યા છેલ્લા બે વર્ષથી ખાલી છે. સરકાર આ જગ્યાએ ઇન્ચાર્જથી વહીવટ ચલાવે છે. વડોદરા જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેર છોટાઉદેપુરનો ચાર્જ સંભાળતા હોવાથી કાયમી આવી શકતા નથી. 

સરકાર કાયમી ઇજનેરની જગ્યા ભરતી કરવામાં કરે છે  વિલંબ 

છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં દર વર્ષે 200 કરોડથી વધુના કામો મંજૂર થતા હોય છે. જેથી આ કામગીરી સંભાળવા માટે કાયમી ઇજનેરની જરૂરિયાત છે, પણ સરકાર કાયમી ઇજનેરની જગ્યા ભરતી કરવામાં વિલંબ કરે છે, જેથી જિલ્લામાં જે જરૂરિયાતવાળા રસ્તા છે તેના પરત્વે કોઈ ધ્યાન આપી શકાતું નથી. 

જો અગાઉના વર્ષોમાં સરકારે ટુકડે ટુકડે પણ તુરખેડાનો રસ્તો બનાવવા ગ્રાન્ટ ફાળવી હોત તો સગર્ભા મહિલાને તેનો જીવ ગુમાવવાનો વારો ન આવત.

આ સમાચાર શેર કરો