મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Mehsana news: પાણી ભરેલી ખીણમાં ખાબકેલી ટ્રકની હજી ભાળ મળી નથી, ચાલક પણ લાપતા

મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના વજાપુર ગામ પાસે ટ્રક ખીણમાં પડી ગયા

Mehsana news: પાણી ભરેલી ખીણમાં ખાબકેલી ટ્રકની હજી ભાળ મળી નથી, ચાલક પણ લાપતા

મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના વજાપુર ગામ પાસે ટ્રક ખીણમાં પડી ગયા બાદ હજી સુધી ટ્રકની ભાળ ન મળતા તંત્ર દ્વારા દુર્ઘટનાગ્રસ્ત ટ્રકની શોધખોળ ચાલુ છે. ટ્રક પહાડ ઉપરથી નીચે પાણી ભરેલી ખીણમાં પટકાઈ હતી. અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ પણ આ કામગીરીમાં લાગી ગઈ છે. 

 અમદાવાદ ફાયરની ટીમ પણ કામગીરીમાં જોતરાઈ

પ્રાપ્ત માહિતી મુજબ મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના વજાપુર ગામ પાસે એક ટ્રક પહાડ ઉપરથી નીચે ખીણમાં પટકાઈ હતી, જે બાદ તંત્ર સહિત ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ટ્રકને બહાર કાઢવાની કામગીરીમાં લાગી ગયું હતું. ભારે જહેમત બાદ પણ ટ્રકની ભાળ ન મળતા અમદાવાદ ફાયરની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી કામગીરીમાં જોતરાઈ હતી. આ લખાય છે ત્યાં સુધી હજી પણ ટ્રકની શોધખોળ ચાલુ છે. ટ્રક સાથે તેનો ચાલક પણ પાણી ભરેલી ખીણમાં ખાબક્યો હતો, તે પણ હજુ લાપતા છે. સતલાસણા મામલતદાર સહિતનો કાફલો ઘટના સ્થળ ઉપર હાજર રહી કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યું છે. 

આ સમાચાર શેર કરો