મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: માંગરોળના નરોલી પાટિયા પાસે ટ્રક બ્રિજની સેફ્ટી વોલ તોડી કીમ નદીના પટમાં ખાબકી

ગુજરાતમાં વધુ એક માર્ગ અકસ્માતની દુર્ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે સુરત જિલ્લા

ગુજરાતમાં વધુ એક માર્ગ અકસ્માતની દુર્ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે સુરત જિલ્લામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. માંગરોળના નરોલી પાટિયા નજીક નેશનલ હાઈવે ૪૮ પર આ અકસ્માત સર્જાયો હતો.ટ્રક ચાલકે બ્રિજની સેફ્ટી વૉલ તોડી નાખતા ટ્રક ઊંચાઈ પરથી કીમ નદીના સૂકા પટમાં ખાબકી હતી.

અકસ્માતને પગલે હાઇવે પર અફરાતફરી મચી ગઈ

આ અકસ્માતને પગલે હાઇવે પર અફરાતફરી મચી ગઈ હતી.સદનસીબે, ટ્રક નદીના પાણીમાં ન પડતાં એક મોટી જાનહાનિ ટળી હતી. જોકે, ઊંચાઈથી પટકાવાને કારણે ટ્રકના ડ્રાઇવર અને ક્લીનરને ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ કોસંબા પોલીસ અને ૧૦૮ની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી.

આ સમાચાર શેર કરો